અમારા બ્લોગ Vocab Nest માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આર્ટિકલ “માનવ શરીર ના અંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Human Body Parts Name in Gujarati and English With Photos)” માં તમને કેટલાક નામો અથવા શબ્દભંડોળ વિશે જ્ઞાન મળશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ તમામ નામો મૂળભૂત શ્રેણીમાં સામેલ છે, જે કોઈપણ ભાષા શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ માહિતી મેળવતા પહેલા, ચાલો તમને આ વેબસાઇટ વિશે થોડી માહિતી આપીએ. અહીં તમને વિશ્વની 20 થી વધુ બોલાતી ભાષાઓમાં તમામ ઉપયોગી નામો, દૈનિક ઉપયોગી શબ્દભંડોળ અને શબ્દકોશ વિશેની માહિતી મળશે. આ માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
માનવ શરીર વિવિધ અવયવો જોડાઈ અને બનેલું છે, જેમાં બધા ભાગો ના અમુક ચોક્કસ કામ છે. જેમ કે આંખો દ્વારા તમે જોઈ શકો છો અને કાન દ્વારા તમે સાંભળી શકો છો. માનવ શરીર બધા જ અવયવો ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને અને જો કોઈ અંગ સંપૂર્ણ રીતે કામ ન કરે તો સામાન્ય જીવન જીવવામાં આપણને ઘણી મુશ્કેલી પડે છે.
આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)
100+ માનવ શરીર ના અંગો ના નામ ગુજરાતી માં અને ફોટા (Human Body Parts Name In Gujarati and English with Picture)
આપણું શરીર એ ઘણા જીવંત અને નિર્જીવ ઘટકોનું બનેલું છે, જે માનવ શરીરના અલગ અલગ તંત્રની રચના બનાવે છે. બાહ્ય માનવ શરીર રચનામાં પાંચ મૂળભૂત ભાગો માં માથું, ગરદન, ધડ, હાથ અને પગનો સમાવેશ કરવામાં આવે છે. કદાચ તમને ખબર નહિ હોય પણ આપણી ત્વચાની નીચે સતત ઘણી જૈવિક અને રાસાયણિક ક્રિયાપ્રતિક્રિયાઓ થતી રહેતી હોય છે.
No | Body Parts Picture | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Body | શરીર (sharir) | |
2 | Skin | ચામડી (chamdi) | |
3 | Skeletal | હાડપિંજર (had pinjar) | |
4 | Bones | હાડકા (hadka) | |
5 | Blood vessel | રક્તવાહિની (raktvahini) |
તમને આ બધા નામ યાદ રાખવામાં સરળતા રહે, તે માટે અમે અહીં મુખ્ય ત્રણ કેટેગરી પાડેલી છે. માથા ના અંગો, પેટ ના અંગો અને પગ ના અંગો. નામ સાથે સાથે અહીં તમને ફોટો પણ આપેલા છે, જેથી તમને તે અંગ ને ઓળખી શકો.
Parts of the Head (માથાના ભાગો)
No | Body Parts Picture | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Head | માથું (mathu) | |
2 | Skull | ખોપડી (khopdi) | |
3 | Forehead | કપાળ (kapal) | |
4 | Brain | મગજ (magaj) | |
5 | Hair | વાળ (val) | |
6 | Face | ચહેરો (cehro) | |
7 | Eyes | આંખ (aakh) | |
8 | Eye Ball | આંખની કીકી (aakh ni kiki) | |
9 | Eyelids | પાંપણ (papan) | |
10 | Nose | નાક (nak) | |
11 | Cheeks | ગાલ (gal) | |
12 | Ears | કાન (kan) | |
13 | Earlobe | કાનની બૂટ (kan ni but) | |
14 | Temple | લમણું (lamnu) | |
15 | Mouth | મોં (mo) | |
16 | Teeth | દાંત (daat) | |
17 | Molar Teeth | દાઢ (daadh) | |
18 | Lips | હોઠ (hoth) | |
19 | Tongue | જીભ (jibh) | |
20 | Mustache | મૂછ (much) | |
21 | Beard | દાઢી (daadhi) | |
22 | Jaw | જડબું (jadbu) | |
23 | Chin | હડપચી (hadpachi) | |
24 | Throat | ગળું (galu) | |
25 | Larynx | કંઠ (kanth) | |
26 | Neck | ગરદન (gardan) | |
27 | Palate | તાળવું (taalvu) |
Parts of the Stomach (પેટના ભાગો)
No | Body Parts Picture | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Stomach | પેટ (pet) | |
2 | Navel | નાભિ (nabhi) | |
3 | Hand | હાથ (haath) | |
4 | Shoulders | ખભો (khabho) | |
5 | Arm | બાવડુ (bavdu) | |
6 | Breast | સ્તન (stan) | |
7 | Chest | છાતી (chaati) | |
8 | Waist | કમર (kamar) | |
9 | Back | પીઠ (pith) | |
10 | Fist | મુઠ્ઠી (muthi) | |
11 | Elbows | કોણી (koni) | |
12 | Wrist | હાથનું કાંડું (haath nu kandu) | |
13 | Palm | હથેળી (hatheli) | |
14 | Finger | આંગળી (aangli) | |
15 | Thumb | અંગૂઠો (angutho) | |
16 | Nail | નખ (nakh) | |
17 | Armpit | બગલ (bagal) |
Parts of the Foot (પગના ભાગો)
No | Body Parts Picture | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Feet | પગ (paag) | |
2 | Claw | પંજો (panjo) | |
3 | Thigh | સાથળ (sathal) | |
5 | Knee | ઢીંચણ (dhichan) | |
6 | Calves | પગની પિંડી (paag ni pindi) | |
7 | Ankle | પગની ઘૂંટી (paag ni ghuti) | |
8 | Step | પગલું (paglu) | |
9 | Sole of foot | પગનું તળિયું (paag nu taliyu) | |
10 | Heel | પગની એડી (paag ni edi) | |
11 | Toes | પગની આંગળીઓ (paag ni aanglio) |
આ નામ પણ જરૂર વાંચો (Read This Name As Well)
- પ્રાણીઓના નામ (Animals Name in Gujarati and English)
- પક્ષીઓ ના નામ (Birds Name in Gujarati and English)
- ફળોના નામ (Popular Fruits Name In Gujarati)
- શાકભાજી ના નામ (Popular Vegetables Name in Gujarati and English)
- ગરમ મસાલા ના નામ (Popular Spices Name in Gujarati and English)
- 12 મહિના ના નામ (Months Name in Gujarati and English)
- વાર ના નામ- Days Name in Gujarati (Vaar Na Naam)
- શરીર ના આંતરિક અવયવો (Internal Organs Name In Gujarati and English)
- ઋતુઓ ના નામ (Seasons Name in Gujarati and English)
- ગ્રહો ના નામ (Planets Name in Gujarati and English)
- રાશિ ના નામ (Zodiac Signs Name in Gujarati)
- મહાસાગરોના નામ (Ocean Name in Gujarati and English)
- નંગ કે રત્ન ના નામ (Popular Gemstone Name in Gujarati)
Human Body Parts Name in Gujarati and English PDF
જો તમારે માનવ શરીર ના અંગો ના નામ PDF ફોર્મેટમાં જોઈએ છે, તો તમે આ પેજને PDF માં સરળતાથી કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી, આ માટે તમે Google Chrome Browser ની મદદથી સરળતાથી કન્વર્ટ કરી શકો છો. કોઈપણ વેબ પેજને પીડીએફમાં કન્વર્ટ કરવા માટે, Print ઓપ્શન પર જાઓ અને Save As PDF પર ક્લિક કરો.
FAQ
શરીરમાં સૌથી ઉપયોગી અંગ કયું છે?
આમ તો બધા જ અંગ આપણા શરીર માં ખુબ ઉપીયોગી છે, કારણ કે કોઈ પણ અંગ વગર આપણે કામ સારી રીતે કરી શકતા નથી. પણ વૈજ્ઞાનિકો અનુસાર મગજ અને હૃદય ને સૌથી મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે.
શું પુરુષ અને સ્ત્રી માં સમાન અંગો હોય છે?
ઘણા અંગો બંને ના શરીરમાં સરખા હોય છે, પણ ઘણા અંગો અલગ પણ હોય છે. જેમ કે સ્ત્રીઓ માં ગર્ભાશય હોય છે, જે પુરુષો માં નથી જોવા મળતું.
આંતરિક અવયવોના નામ શું છે?
હૃદય, મગજ, કિડની, લીવર, ફેફસા અને આ સિવાય પણ માનવ શરીર માં ઘણા આંતરિક અંગો હોય છે.
Disclaimer
શક્ય છે કે આ લેખમાં ટાઇપિંગ ભૂલ હોય. જો તમને આવી કોઈ ભૂલ દેખાય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જેથી અમે તે ભૂલને વહેલી તકે સુધારી શકીએ. જો તમે આ બ્લોગમાં યોગદાન આપવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Summary
આશા રાખું છું કે તમને “માનવ શરીર ના અંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Human Body Parts Name in Gujarati and English With Pictures)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. આવાજ ઉપીયોગી નામ અને દૈનિક ઉપીયોગી શબ્દભંડોળ માટે અમારા બ્લોગ Vocab Nest ની મુલાકાત લેતા રહો. અને ઇન્સ્ટન્ટ અપડેટ્સ માટે અમને YouTube, Facebook અને Instagram પર જરુરુ ફોલો કરો.