અમારા બ્લોગ Vocab Nest માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આર્ટિકલ “મહાસાગરોના ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Ocean Name in Gujarati and English)” માં તમને કેટલાક નામો અથવા શબ્દભંડોળ વિશે જ્ઞાન મળશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ તમામ નામો મૂળભૂત શ્રેણીમાં સામેલ છે, જે કોઈપણ ભાષા શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ માહિતી મેળવતા પહેલા, ચાલો તમને આ વેબસાઇટ વિશે થોડી માહિતી આપીએ. અહીં તમને વિશ્વની 20 થી વધુ બોલાતી ભાષાઓમાં તમામ ઉપયોગી નામો, દૈનિક ઉપયોગી શબ્દભંડોળ અને શબ્દકોશ વિશેની માહિતી મળશે. આ માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Vocab Nest માં સ્વાગત છે. આજના આર્ટિકલ “ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં- Fruits Name in Gujarati and English” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.
કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના ઉપીયોગી શબ્દભંડોળ અને નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા આસાની થી શીખી શકો છો.
સદીઓ પેહલા મનુષ્યો જયારે ખોરાક રાંધતા ના શીખ્યા હતા, ત્યારે તે કાચા ફળો નો મુખ્યત્વએ ખોરાક તરીકે ઉપીયોગ કરતા. આજે પણ આપણે ફળો ખાઈએ છીએ, કારણકે તેમાં ઘણા વિટામિન અને પોષક તત્વો મોજુદ છે.
ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Fruits Name in Gujarati and English Language)
તમામ લોકો માટે ફળો અને શાકભાજી તમારા દૈનિક આહારનો એક મહત્વપૂર્ણ ભાગ હોવા જ જોઈએ. તેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે તમારા શરીર ને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આ સિવાય તે ઘણા રોગો સામે રક્ષણ કરવામાં પણ ચોક્કસ મદદ કરી શકે છે.
કદાચ તમને ખબર જ હશે કે ફળો અને શાકભાજીમાં મહત્વપૂર્ણ વિટામિન્સ, ખનિજો અને આ સિવાય તેમાં ફાઈબર પણ હોય છે. આપણી આસપાસ ફળો અને શાકભાજીની ઘણી જાતો આસાની થી ઉપલબ્ધ છે અને તેને રાંધવા અને સર્વ કરવાની ઘણી રીતો પણ આપણને આવડે છે. તો ચોક્કસ પાણે આપડે જંક ફૂડ કરતા ફળોનું સેવન કરવું જોઈએ.
લોકપ્રિય ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Popular Fruits Name in Gujarati and English With Image)
નીચેની સૂચિ માં તમને વિશ્વના તમામ લોકપ્રિય ફળો ના નામ આપવામાં આવ્યા છે, જે તમારી આસપાસ આસાનીથી ઉપલબ્ધ હશે. આ ફળો તમને તમને કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. ડોક્ટરોના સૂચવ્યા મુજબ આપણે દરરોજ ઓછામાં ઓછા ત્રણ પ્રકારના શાકભાજી અને બે પ્રકારના ફળ ખાવા જોઈએ.
આ પણ જરૂર વાંચો- 100 થી વધુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં
No | Image | Fruits Name In English | Fruits Name In Gujarati |
1 | ![]() | Apple | સફરજન |
2 | ![]() | Banana | કેળું |
3 | ![]() | Orange | નારંગી |
4 | ![]() | Sweet Lime | મોસંબી |
5 | ![]() | Mango | કેરી |
6 | ![]() | Grapes | દ્રાક્ષ |
7 | ![]() | Sapota | ચીકુ |
8 | ![]() | Watermelon | તરબૂચ |
9 | ![]() | Pineapple | અનાનસ |
10 | ![]() | Pomegranate | દાડમ |
11 | ![]() | Guava | જામફળ |
12 | ![]() | Pear | નાશપતી |
13 | ![]() | Coconut | નાળિયેર |
14 | ![]() | Papaya | પાપૈયું |
15 | ![]() | Custard Apple | સીતાફળ |
16 | ![]() | Sugar cane | શેરડી |
17 | ![]() | Dates | ખજુર |
18 | ![]() | Lemon | લીંબુ |
19 | ![]() | Jujube | બોર |
20 | ![]() | Pumpkin | કોળું |
21 | ![]() | Apricots | જરદાળુ |
22 | ![]() | Lychee | લિચી |
23 | ![]() | Cherry | ચેરી |
24 | ![]() | Plum | આલુ બદામ |
25 | ![]() | Peach | આલુ બદામ |
26 | ![]() | Mulberry | શેતૂર |
27 | ![]() | Gooseberry | આમળા |
28 | ![]() | Strawberry | સ્ટ્રોબેરી |
29 | ![]() | Raspberry | રાસ્પબેરી |
30 | ![]() | Muskmelon | શકર ટેટી |
31 | ![]() | Prickly pear | કાંટાદાર નાશપતિ |
32 | ![]() | Pistachio | પિસ્તા |
33 | ![]() | Blackberry | જાંબુ |
34 | ![]() | Blueberry | બ્લુબેરી |
35 | ![]() | Black Currant | કાળી દ્રાક્ષ |
36 | ![]() | Barberry | બાર્બેરી |
37 | ![]() | Fig Fruit | અંજીર |
38 | ![]() | Almond | બદામ |
39 | ![]() | Cashews | કાજુ |
40 | ![]() | Raisins | કિસમિસ (સૂકી દ્રાક્ષ) |
41 | ![]() | Nut | અખરોટ |
42 | ![]() | Cranberry | ક્રેનબેરી |
43 | Pineberry![]() | Pine berry | પાઇનબેરી |
44 | ![]() | Tamarind | આમલી |
45 | ![]() | Dragon Fruit | ડ્રેગન ફળ |
46 | ![]() | Kiwi | કીવી |
47 | ![]() | Avocado | એવોકાડો |
48 | ![]() | Jack fruit | કટહલ |
49 | ![]() | Olives | જૈતુનનું ફળ |
50 | ![]() | Wood Apple | કોઠું |
51 | ![]() | Palm Fruit | તાડનું ફળ |
સૂકા મેવાના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Dry Fruits Name in Gujarati and English With Image)
આવા ફળો લીલા સેવન કરવાને બદલે સૂકા થયા બાદ ખાવામાં આવે છે, જેને સૂકા મેવા કેહવામાં આવે છે. આવા પ્રકારના ફળો સુકાયા બાદ પણ પોતાના પોશાક તત્વો જાળવી રાખે છે અને લીલા ફળની સરખામણીમાં ખુબ મોંઘા હોય છે.
No | Image | Dry Fruits Name in English | Dry Fruits Name in Gujarati |
1 | ![]() | Almond | બદામ |
2 | ![]() | Cashew | કાજુ |
3 | ![]() | Pistachio | પિસ્તા |
4 | ![]() | Dry Figs | સુકા અંજીર |
5 | ![]() | Raisins | કિસમિસ (સૂકી દ્રાક્ષ) |
6 | ![]() | Peanuts | મગફળી (સિંગદાણા) |
7 | ![]() | Nut | અખરોટ |
8 | ![]() | Walnut | અખરોટ |
9 | ![]() | Dates | ખજુર |
10 | ![]() | Dry Dates | ખારીક |
11 | ![]() | Barberry | બાર્બેરી |
12 | ![]() | Apricot | જરદાળુ |
13 | ![]() | Prunes | સૂકી આલુ બદામ |
14 | ![]() | Betel Nut | સોપારી |
15 | ![]() | Areca Nut | સોપારી |
16 | ![]() | Dry Coconuts | ટોપરું |
17 | ![]() ![]() | Flax Seeds | શણના બીજ |
18 | ![]() | Lotus Seeds | કમળનાં બીજ |
19 | ![]() | Pine Nuts | ચિલગોઝ |
20 | ![]() | Pumpkin Seeds | કોળુનાબીજ |
21 | ![]() | Watermelon Seeds | તડબૂચના બીજ |
22 | ![]() | Chia Seeds | ચિયા બીજ |
23 | ![]() | Nigella Seeds (Kaloji) | કલોંજી |
Worlds Top 5 Most Popular Fruits (વિશ્વના ટોચના 5 સૌથી લોકપ્રિય ફળો)
બધા લોકોને અલગ અલગ ફળો પસંદ હોય છે. પણ અહીં આપણે વિશ્વના 5 સૌથી લોકપ્રિય ફળો વિષે વાત કરવાના છીએ, એટલે બની શકે કે કદાચ તમારા મનગમતું ફળો આ સૂચિમાં ના હોય. તો ચાલો આગળ માહિતી મેળવીએ.
Bananas (કેળા)
વૈજ્ઞાનિકોની રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે કેળાની ઉત્પત્તિ 10,000 વર્ષ પહેલાંના સમયમાં દક્ષિણ પેસિફિક અથવા દક્ષિણપૂર્વ એશિયામાં આસપાસ થઈ હતી. આ ફળનો રંગ પીળો હોય છે. મુખ્ય રીતે કેળાને કાચા ખાવામાં આવે છે અને આ સિવાય જ્યુસ કે મિલ્કશેક બનાવવા વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફળના સેવન થી તમને દૈનિક B6 વિટામિનનો, પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને, રોગપ્રતિકારક શક્તિ, ફાઈબર અને મગજની પૂરતી માત્રા મળી રહેશે.
Apple (સફરજન)
માનવામાં આવે છે કે સફરજનની ઉત્પત્તિ મધ્ય એશિયામાં થઈ હતી. તે સૌપ્રથમ દક્ષિણ કઝાકિસ્તાનમાં 2000 બીસીઇની આસપાસ ઉગાડવામાં આવ્યા હતા. દુનિયામાં સફરજન ની ઘણી પ્રજાતિ મોજુદ છે અને મુખત્વે ઠંડા પ્રદેશોમાં સફરજનની ખેતી થાય છે.
આ સિવાય આ ફળમાં ખુબ વિટામિન અને અન્ય પોષકતત્વો મોજુદ છે, એટલે લોકો આ ફળને વધુ પસંદ કરે છે. આ ફળ તમને લાલ અને લીલા રંગમાં જોવા મળી શકે છે. ચાઈના આ ફળનું સૌથી વધુ ઉત્પાદન કરે છે અને દુનિયાનો સૌથી મોટો એક્સપોર્ટર દેશ છે.
Watermelon (તરબૂચ)
આ ફળ ને ઉનાળામાં વધુ ખાવમાં આવે છે, અને તે ખુબ ફાયદારૂપ પણ છે. તરબૂચની ઉત્પત્તિ હાલના ઇજિપ્તની આસપાસના વિસ્તારોમાં થઇ હોવાનું માનવામાં છે, અને આ ફળોની પણ વિશ્વમાં ઘણી પ્રજાતિ જોવા મળે છે. કલર ની વાત કરીયે તો બહારની પરત લીલી હોય છે, જયારે અંદરનો ભાગ લાલ અને બીજ કાળા હોય છે.
તરબૂચનું સૌથી વધુ ઉત્પાદન ચાઈના કરે છે, જયારે વિશ્વના તમામ દેશોમાં આસાની થી મળી જાય છે. આ ફળ માંથી ઘણા પીણાં પણ બનાવવામાં આવે છે.
Orange (નારંગી)
આ ફળ નો સૌથી મોટો ઉત્પાદક દેશ બ્રાઝિલ છે. નારંગી વિષે કઈ વધુ વાત કરવાની જરૂર નથી, કારણકે આ ફળ વિષે તો તમને માહિતી હશે જ. નારંગીની બાહ્ય પરત કેસરી હોય છે, જયારે અંદરનો ભાગ આછો કેસરી અને બીજ કાળા જેવા હોય છે. નારંગીને વિટામિન C નો એક સારો સ્ત્રોત અનાવામાં આવે છે અને આ સાથે ઘણા અન્ય પણ વિટામિન અને પોશાક તત્વો આ ફળમાં સમાયેલા છે.
Mango (કેરી)
ભારત કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, અને અહીં તમને કેરી ની ઘણી અલગ અલગ જાતો જોવા મળશે. આ ફળ પાકી જતા પીળા કલરનું હોય છે અને અંદર મોટું બીજ જોવા મળે છે. કેરી માંથી તમને રોજિંદા ઉપીયોગી વિટામિન C આસાનીથી મળી રહેશે, આ સિવાય તમને વિટામિન B6 અને ફાઇબરનો ણ એક સારો સ્ત્રોત માનવામાં છે.
Fruits Name in Gujarati and English PDF
જો તમારે ફળો ના નામ PDF ફોર્મેટમાં જોઈએ છે, તો તમે આ પેજને PDF માં સરળતાથી કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી, આ માટે તમે Google Chrome Browser ની મદદથી સરળતાથી કન્વર્ટ કરી શકો છો. કોઈપણ વેબ પેજને પીડીએફમાં કન્વર્ટ કરવા માટે, Print ઓપ્શન પર જાઓ અને Save As PDF પર ક્લિક કરો.
FAQ
મુખ્ય રીતે ફળો માંથી કયા પોષક તત્વો મળે છે?
અલગ અલગ ફળોમાંથી જરૂરી વિટામિન્સ અને ખનિજો આપણને મળી રહે છે.
વિશ્વનું સૌથી લોકપ્રિય ફળ કયું છે?
“કેળું” વિશ્વનું સૌથી લોકપ્રિય ફળ માનવામાં આવે છે.
ફળો આપણને કેવા રોગો સામે રક્ષણ આપે છે?
તે કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.
Disclaimer
શક્ય છે કે આ લેખમાં ટાઇપિંગ ભૂલ હોય. જો તમને આવી કોઈ ભૂલ દેખાય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જેથી અમે તે ભૂલને વહેલી તકે સુધારી શકીએ. જો તમે આ બ્લોગમાં યોગદાન આપવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Summary
આશા રાખું છું કે તમને “ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Fruits Name in Gujarati and English)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. આવાજ ઉપીયોગી નામ અને દૈનિક ઉપીયોગી શબ્દભંડોળ માટે અમારા બ્લોગ Vocab Nest ની મુલાકાત લેતા રહો. અને ઇન્સ્ટન્ટ અપડેટ્સ માટે અમને YouTube, Facebook અને Instagram પર જરુરુ ફોલો કરો.