અમારા બ્લોગ Vocab Nest માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આર્ટિકલ “શાકભાજી ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Vegetables Name in Gujarati and English)” માં તમને કેટલાક નામો અથવા શબ્દભંડોળ વિશે જ્ઞાન મળશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ તમામ નામો મૂળભૂત શ્રેણીમાં સામેલ છે, જે કોઈપણ ભાષા શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ માહિતી મેળવતા પહેલા, ચાલો તમને આ વેબસાઇટ વિશે થોડી માહિતી આપીએ. અહીં તમને વિશ્વની 20 થી વધુ બોલાતી ભાષાઓમાં તમામ ઉપયોગી નામો, દૈનિક ઉપયોગી શબ્દભંડોળ અને શબ્દકોશ વિશેની માહિતી મળશે. આ માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
રોજિંદા જીવનમાં આપણે અલગ અલગ શાકભાજી નો ઉપયોગ વાનગીઓ બનાવવા કરતા હોઈએ છીએ. તેમનો બધાનો રંગ અલગ અલગ છે અને સાથે સાથે અલગ અલગ પોશક તત્વો ધરાવે છે. આપણે ચોક્કસ કહી શકીએ કે શાકભાજી આપણી જીવન જરૂરિયાત છે. તો ચાલો તેમના નામ વિષે માહિતી મેળવીએ.
આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)
તમામ શાકભાજીના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Popular Vegetables Name in Gujarati and English With Pictures)
તમને ખબર જ હશે કે શાકભાજી એ છોડના ભાગો છે, જે માણસો અથવા પ્રાણીઓ ખોરાક તરીકે ખાય છે. આમા ફૂલો, ફળો, દાંડી, પાંદડા, મૂળ અને બીજ નો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ ખાદ્ય પદાર્થો તરીકે ઉપીયોગમાં લેવામાં આવે છે.
બધા શાકભાજી ની હાલ મુખ્ય રીતે ખેતી કરવામાં આવે છે અને અન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એમાં અમુક પ્રજાતિ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે, જયારે ઘણી પ્રજાતિ હાલ વિશ્વમાં તમામ જગ્યાએ ઉપલબ્ધ છે. તો ચાલો તેમના નામ વિષે માહિતી મેળવીએ.
મુખ્ય શાકભાજીના નામ અને ફોટા (Vegetables Name in Gujarati and English With Image)
નીચે ની સૂચિ માં દર્શાવેલ શાકભાજી ને મુખ્ય પ્રજાતિ કહી શકાય, કારણકે તે તમામ જગ્યાએ આસાનીથી મળી રહે છે અને મોટાભાગના લોકો રોજિંદા જીવનમાં તેનો ઉપીયોગ કરે છે.
No | Image | Vegetables Name in English | Vegetables Name in Gujarati |
1 | Tomato | ટામેટા | |
2 | Potato | બટાકા | |
3 | Onion | ડુંગળી | |
4 | Eggplant | રીંગણા | |
5 | Brinjal | રીંગણા | |
6 | Carrot | ગાજર | |
7 | Cucumber | કાકડી | |
8 | Garlic | લસણ | |
9 | Cabbage | કોબી | |
10 | Peas | વટાણા | |
11 | Bottle Gourd | દૂધી | |
12 | Cluster Beans | ગુવાર | |
13 | Lady Finger | ભીંડો | |
14 | Cauliflower | ફુલાવર | |
15 | Bitter Gourd | કારેલા | |
16 | Ridged Gourd | તુરીયા | |
17 | Radish | મૂળો | |
18 | Chili | મરચાં | |
19 | Ginger | આદુ | |
20 | Spinach | પાલક | |
21 | Beetroot | બીટ | |
22 | Corn | મકાઈ | |
23 | Maize | મકાઈ | |
24 | Pumpkin | કોળું | |
25 | Lemon | લીંબુ | |
26 | Ivy Gourd | ટીંડોરા | |
27 | Drumstick | સરગવો | |
28 | Yam | સુરણ કે રતાળુ | |
29 | Brockley | બ્રોકલી |
અન્ય શાકભાજી ના નામ (Other Vegetables Name in Gujarati and English)
નીચે ની સૂચિ માં દર્શાવેલ શાકભાજી ની સૂચિ અલગ બનાવવામાં આવેલી છે, કારણકે કદાચ ઘણા લોકોને તેના વિષે વધુ માહિતી નહી હોય અને આપણે રોજિંદા તેમનો ઉપીયોગ કરતા નથી.
No | Image | Vegetables Name in English | Vegetables Name in Gujarati |
1 | Sweet potato | શક્કરિયા | |
2 | Green bean | ચોળી બીજ | |
3 | Mushroom | મશરૂમ | |
4 | Peppermint | ફુદીનો | |
5 | Spring Onion | લીલી ડુંગળી | |
6 | Coriander Leaf | લીલા ધાણા | |
7 | Celery | અજમો | |
8 | Green Chili | લીલા મરચા | |
9 | Red Chili | લાલ મરચા | |
10 | Oregano | ઓરેગાનો | |
11 | Bean | વટાણો | |
12 | Curry Leaf | મીઠો લીમડો | |
13 | Coriander | ધાણા | |
14 | Parsley | કોથમરી | |
15 | Fenugreek Leaf | લીલી મેથી | |
16 | Turmeric | હળદર | |
17 | Capsicum | શિમલા મિર્ચ | |
18 | Dill | સુવાદાણા | |
19 | Green pepper | લીલા મરી | |
20 | Red pepper | લાલ મરી | |
21 | Basil | તુલસી | |
22 | Turnip | સલગમ | |
23 | Zucchini | ઝુચિની | |
24 | Asparagus | શતાવરી |
કદાચ તમને એવું થશે કે આ સૂચિ માં ઘણા શાકભાજી બાકી રહી ગયા છે, પણ અમે અહીં લોકપ્રિય અને રોજિંદા ઉપીયોગમાં લેવાતા નામ ની સૂચિ બનાવેલી છે. ઘણી પ્રજાતિ બધી જગ્યાએ ઉપલબ્ધ નથી હોતી, અને વિશ્વમાં મોજુદ તમામ પ્રજાતિના નામ શામેલ કરવા અમારા માટે પણ થોડા મુશ્કેલ છે.
Worlds Top 5 Most Popular vegetables (વિશ્વના ટોચના 5 સૌથી લોકપ્રિય શાકભાજી)
બધા લોકોને અલગ અલગ શાકભાજી પસંદ હોય છે. પણ અહીં આપણે વિશ્વના 5 સૌથી લોકપ્રિય શાકભાજી વિષે વાત કરવાના છીએ, એટલે બની શકે કે કદાચ તમારા મનગમતું શાકભાજી આ સૂચિમાં ના હોય. તો ચાલો આગળ માહિતી મેળવીએ.
- Tomatoes (ટામેટાં)
- Onion (ડુંગળી)
- Cucumber (કાકડી)
- Cauliflower (કોબીજ)
- Carrots (ગાજર)
Vegetables Name in Gujarati and English PDF
જો તમારે શાકભાજી ના નામ PDF ફોર્મેટમાં જોઈએ છે, તો તમે આ પેજને PDF માં સરળતાથી કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી, આ માટે તમે Google Chrome Browser ની મદદથી સરળતાથી કન્વર્ટ કરી શકો છો. કોઈપણ વેબ પેજને પીડીએફમાં કન્વર્ટ કરવા માટે, Print ઓપ્શન પર જાઓ અને Save As PDF પર ક્લિક કરો.
FAQ
શાકભાજી માં કયા પોષક તત્વો હોય છે?
શાકભાજીમાં પોટેશિયમ, ફાઇબર, ફોલેટ, વિટામિન એ, વિટામિન સી અને અન્ય ઘણા ઉપીયોગી પોષક તત્વો હોય છે. કદાચ તમને ખબર જ હશે કે અલગ અલગ ફળો અને શાકભાજી અલગ અલગ પોષક તત્વો ધરાવે છે, એટલા માટે આપણે રોજ અલગ અલગ ફળો અને શાકભાજી ખાઈએ છીએ.
સૌથી આરોગ્યપ્રદ શાકભાજી કઈ છે?
વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર “પાલક” ને સૌથી વધુ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પાલકમાં રોજિંદા જરૂરી કેલ્શિયમ, વિટામિન, આયર્ન, એન્ટીઑકિસડન્ટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે.
કયા રંગના શાકભાજી માં પોષક તત્વો વધુ હોય છે?
તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ ઘાટા રંગના ફળો અને શાકભાજી માં વધુ વિટામિન્સ પોષક તત્વો હોય છે.
Disclaimer
શક્ય છે કે આ લેખમાં ટાઇપિંગ ભૂલ હોય. જો તમને આવી કોઈ ભૂલ દેખાય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જેથી અમે તે ભૂલને વહેલી તકે સુધારી શકીએ. જો તમે આ બ્લોગમાં યોગદાન આપવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Summary
આશા રાખું છું કે તમને “શાકભાજી ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Vegetables Name in Gujarati and English)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. આવાજ ઉપીયોગી નામ અને દૈનિક ઉપીયોગી શબ્દભંડોળ માટે અમારા બ્લોગ Vocab Nest ની મુલાકાત લેતા રહો. અને ઇન્સ્ટન્ટ અપડેટ્સ માટે અમને YouTube, Facebook અને Instagram પર જરુરુ ફોલો કરો.